HomeMorbiમોરબીના અમરેલી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા 7 ઝડપાયા, રૂ.24,200 રોકડ જપ્ત

મોરબીના અમરેલી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા 7 ઝડપાયા, રૂ.24,200 રોકડ જપ્ત

મોરબી તાલુકા પોલીસે અમરેલી ગામની સીમમાં રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.24,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના અમરેલી ગામની સીમમાં જુની આર.ટી.ઓ. સામે રામદેવ હોટલ પાછળ મચ્છુ નદીના કાંઠે તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો મહેબૂબશાહ બાપુશાહ શાહમદાર (ઉંમર: ૫૨ વર્ષ) રહે. વીસીનગર પવિત્રકુવા પાસે, વીસીપરા મોરબી., અબ્દુલભાઇ ઇસ્માઇલભાઇ ખોખર (ઉંમર: ૪૪ વર્ષ) રહે. ભારતપરા શેરી નં. ૩, પંચાસર રોડ મોરબી, આશીફભાઇ કરીમભાઇ પઠાણ (ઉંમર: ૩૭ વર્ષ) રહે. કબીર ટેકરી શેરી નં. ૩, વાઘપરા મોરબી, મુનીરભાઇ અકબરભાઇ રાઉમા (ઉંમર: ૩૮ વર્ષ) રહે. જનકનગર શેરી નં. ૧ ગીતા મિલ સામે, પંચાસર રોડ મોરબી, તોફીકશાહ ફારૂકશાહ શાહમદાર (ઉંમર: ૩૧ વર્ષ)રહે. વીસીનગર સોસાયટી વીસીપરા મોરબી, સોકતભાઇ વલીભાઇ બાંભણીયા (ઉંમર: ૪૨ વર્ષ) રહે. શ્રીજી સોસાયટી રાવળ રોડ મોરબી, ઇસ્માઇલભાઇ અલારખાભાઇ ચાનીયા (ઉંમર: ૫૩ વર્ષ) રહે વાઘપર શેરી નં -૪ મોરબીવાળા ને રોકડ રૂપિયા ૨૪,૨૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular