HomeMorbiમોરબીમાં સ્ટ્રીટ લાઈટ નીચે તીનપત્તીનો ખેલ! 17,950ની રોકડ સાથે 6 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીમાં સ્ટ્રીટ લાઈટ નીચે તીનપત્તીનો ખેલ! 17,950ની રોકડ સાથે 6 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટ નીચે તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રૂ. 17,950નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વિધ્યુતનગર પાસે સરસ્વતીનગર સોસાયટી શેરી નં-૦૧ માં સ્ટ્રીટ લાઈટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને અનિલભાઈ મગનભાઈ કડીવાલ (ઉંમર ૫૨) રહે. વિદ્યુતનગર પાસે સરસ્વતી સોસાયટી શેરી નં.૧, મોરબી-૧, રવિભાઈ રમેશભાઈ મુજારીયા (ઉંમર ૩૨) રહે. રવાપર ગામ ધાયડી વિસ્તાર, મોરબી, વિપુલભાઈ નરસંગભાઈ બાલસરા (ઉંમર ૩૪ વર્ષ) રહે. રવાપર રોડ શિવ શક્તિ સોસાયટી, મોરબી-૧, વિરલભાઈ વિભાભાઈ મેવાડા (ઉંમર ૪૧) રહે. અરુણોદયનગર ઉમા ટાઉનશીપના ગેટની સામે, મોરબી-૨, અનિલભાઈ કુવરજીભાઈ મુજારીયા (ઉંમર ૫૫) રહે. નવા પ્લોટ વિસ્તાર, ગામ શનાળા તળાવ, મોરબી, અને મિલનભાઈ પરસોતમભાઈ સિદપરા (ઉંમર ૩૧) રહે. રવાપર રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૭૯૫૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular