HomeMorbiમોરબીના સીલ્વરપાર્કમાં LCBનો સપાટો: રૂ.8.21 લાખનો વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ, ચાલક...
મોરબીના સીલ્વરપાર્કમાં LCBનો સપાટો: રૂ.8.21 લાખનો વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ, ચાલક ફરાર
મોરબીના જુના ઘુટુ રોડ પર આવેલા સીલ્વરપાર્ક સોસાયટીમાંથી મારૂતી સુપર કેરી માલવાહક ગાડીમાંથી 1092 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. LCB અને પેરોલ ફર્લો સ્ટાફે રૂ.8.21 લાખના દારૂ સહિત કુલ રૂ.11.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો.
મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, એક મારૂતી કંપનીની સુપર કેરી માલવાહક ગાડી નંબર GJ-36-V-5715 નો ચાલક તેના વાહનમા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી જુના ઘુટુ રોડ સીલ્વરપાર્કમા આવેલ છે. અને કોઇને આ દારૂ પહોંચાડવાની પેરવીમા છે તેવી બાતમી મળેલ હોય જે આધારે બાતમીવાળી જગ્યોએ રેઇડ કરતા નાશી જનાર વાહન ચાલકની ગાડીમાં અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની ૭૫૦ મી.લી.ની કંપની સીલ પેક કુલ બોટલો નંગ- ૧૦૯૨ કિં.રૂ. ૮,૨૧,૨૯૨/- નો પ્રોહી. મુદામાલ ભરેલ વાહન જપ્ત કરી આરોપી વાહન રેઢુ મુકી નાશી જતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે કેસ નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.