HomeMorbiમોરબીના ઘુંટુમાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપી અને એક બાળ...
મોરબીના ઘુંટુમાં કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: બે આરોપી અને એક બાળ કિશોર ઝડપાયા, રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આઈ.ટી.આઈ. નજીકથી કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ મોરબી તાલુકા પોલીસે ઉકેલી બે આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે 80 કિલો શુદ્ધ કોપર વાયર અને રોકડ સહિત કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોપર વાયરનો ગુન્હો રજિસ્ટર થયેલ હતા જે ગુન્હો વણશોધાયેલ હોય જેથી પોલીસ ઇન્સપેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવીને કોપર વાયર ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવા સુચના કરેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમીના આધારે આ ચોરીઓ ના ગુન્હા ને અંજામ આપનાર ઇસમો રાકેશભાઇ ભુપતભાઇ શકેરા રહે. કુળદેવી પાન પાસે, મફતીયાપરા, મોરબી-૦૨, રાજુભાઈ સવસીભાઈ દેલવાણીયા રહે.આઈ.ટી.આઈ.પાછળ, ધુંટૂ તા.જી.મોરબી, મુળ ગામ-સરવડ તા.માળીયા મી. જી-મોરબી તયા એક કાયદાના સંર્ષમાં આવેલ બાળકિશોરને ઘુંટુ ગામની સીમમાં આઇ.ટી.આઇ.ની બાજુમાં જારી ઝાંખડામાંથી ચોરીમાં ગયેલ મુદામાલ શુધ્ધ કોપર વાયર કિ.ગ્રા.૮૦ કી.રૂ.૧૮,૦૦૦/- તથા રોકડા રૂ.૬૨૦૦૦/- મળી કુલ ૮૦,૦૦૦- ના સાથે પકડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયેશભાઇ ઉર્ફે ભાણો ચમનભાઇ કુંઢીયા રહે- આઈ.ટી.આઈ.પાછળ, ઘુંટૂ તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.