HomeMorbiમોરબી નજીક મોડી રાત્રે મજૂરોને છરી બતાવી લૂંટ્યા, 3 શખ્સો ફરાર

મોરબી નજીક મોડી રાત્રે મજૂરોને છરી બતાવી લૂંટ્યા, 3 શખ્સો ફરાર

મોરબીના ખોખરા હનુમાન રોડ પાસે મોડી રાત્રે લૂંટની ઘટના સામે આવી છે. પીળા રંગના એક્સેસ સ્કૂટર પર આવેલા ત્રણ શખ્સોએ મજૂરોને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બે મોબાઈલ અને રોકડ રકમ પડાવી લીધી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠા જિલ્લાના મીઠાવીચારણ ગામના વતની અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર આવેલ પોલો સર્કલ પેપરમીલની ઓરડીમાં રહેતા ૧૮ વર્ષીય રાહુલભાઈ વેલાભાઈ વાલોડીયાએ આરોપી અજાણ્ય ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ભરતનગર થી ખોખરા હનુમાન તરફ જતા રોડ ઉપર આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉમરના અજાણ્યા ત્રણેક ઇસમોએ સુઝુકી એકસેસ કંપનીના પીળા રંગના મોટરસાયકલમાં આવી ફરીયાદી તથા રાણાભાઈ, તથા સુરજભાઈને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી ભય બતાવી બળજબરી પુર્વક ધમકાવી ફરીયાદી તથા સાથી રાણાભાઇ પાસેથી કુલ મોબાઇલ ફોન નંગ-૦૨ અંદાજે કી.રૂ. ૧૦,૦૦૦/- તથા ફરીયાદીના ખીસ્સામાંથી રોકડા રૂપીયા ૧૦૦૦/- બળજબરીથી કાઢી લઇ જઈ ત્રણેય આરોપીઓ હસી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular