HomeMorbiમોરબીની સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ચોરનો તરખાટ, 7 મોબાઈલ ઉઠાવી ચોર ફરાર
મોરબીની સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ચોરનો તરખાટ, 7 મોબાઈલ ઉઠાવી ચોર ફરાર
મોરબીના રંગપર-જીવાપર રોડ પર આવેલી લુપ્ટેન સિરામિકની લેબર કોલોનીમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યો ચોર શ્રમિકોના રૂમમાં ઘૂસી રૂ.29 હજારના 7 મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપુર ગામે રહેતા અને મજૂર કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા ૪૩ વર્ષીય વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયાએ આરોપી અજાણ્યા ઢોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો ચોર ઈસમ મોડી રાતના સમયે ચોરી કરવાના ઇરાદે લુપ્ટેન કારખાનાના અલગ અલગ લેબરકોટરમાં ચોરી ચુપી રીતે પ્રવેશ કરી સાથીઓના અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ 7 જેની કિંમત રૂપિયા 29,000 ની ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.