HomeMorbiકણકોટમાં જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: પિતા-પુત્રો પર પાઇપ-ધારીયા વડે હુમલો,...
કણકોટમાં જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: પિતા-પુત્રો પર પાઇપ-ધારીયા વડે હુમલો, પાંચ સામે ફરિયાદ
વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે પ્રેમલગ્નના જૂના મનદુઃખનો ખાર રાખી પાંચ જેટલા શખ્સોએ એક જ પરિવારના પિતા અને બે પુત્રો પર લોખંડના પાઇપ તથા ધારીયા જેવા હથિયારો વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. હુમલામાં પિતા-પુત્રોને માથા સહિત શરીરના વિવિધ ભાગે ઇજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા નિલેશભાઈ અરવિંદભાઈ મકવાણા (ઉ.વ.૨૩) એ આરોપી જીવરાજભાઈ નાથાભાઈ સારદીયા રમેશભાઈ નાથાભાઈ સારદિયા અલ્પેશભાઈ ઉર્ફે કિશનભાઇ સારદીયા જયરાજભાઈ જીવરાજભાઈ સારદિયા હાર્દિકભાઈ જીવરાજભાઈ સારદિયા રહે બધા કણકોટ ગામ વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બેન અસ્મીતાને આરોપી જીવરાજભાઈનો ભાણેજ ગોવીંદભાઇ ભગાડીને લઈ ગયેલ હોય જે બાબતે બન્ને પક્ષ વચ્ચે મનદુખ ચાલતુ હોય ફરીયાદીના પિતાએ આરોપીને આ બાબતે કહેતા આરોપીએ અસ્મીતાને ભગાડવામાં મારો જ હાથ છે તારાથી થાય તે કરી લે એવુ કહી આરોપીઓએ આરોપીઓએ લોખંડનુ ધારીયુ તથા લોખંડના પાઇપ જેવા હથીયારો ધારણ કરી આરોપીજીવરાજભાઈએ ફરીયાદી તથા સાથી ધારીયા વડે તથા આરોપી ઓએ લોખંડ ના પાઈપથી માર મારી સાથી અરવીંદભાઈને માથાના ભાગે તથા હાથના ભાગે ઇજા કરી તેમજ સાથી પંકજભાઇને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી ભુંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.