HomeMorbiમોરબી શહેર ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર: જયદીપભાઈ કંડિયા બન્યા પ્રમુખ
મોરબી શહેર ભાજપ યુવા મોરચાની નવી ટીમ જાહેર: જયદીપભાઈ કંડિયા બન્યા પ્રમુખ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા સંગઠનને વધુ મજબૂત અને કાર્યરત બનાવવાના ભાગરૂપે મોરબી શહેર મંડળના યુવા મોરચાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા પ્રમુખ અને પ્રભારી સાથેની વિચારણા બાદ યુવા નેતૃત્વ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, જેમાં જયદીપભાઈ કંડિયાને યુવા મોરચાના પ્રમુખ તરીકે તેમજ તેજસભાઈ બારા અને જયપાલસિંહ રાઠોડને મહામંત્રી તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ છે.
મોરબી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે જયદીપભાઈ ચંદુભાઈ કંડિયા, ઉપપ્રમુખ તરીકે ઓમભાઈ સુરેશભાઈ કોઠીયા, મંદિપસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મયુરભાઈ બાબુભાઈ ડાંગર અને સંદીપસિંહ ભીખુભા જાડેજા, મહામંત્રી તરીકે તેજસભાઈ મહેન્દ્રભાઈ બારા અને જયપાલસિંહ વિનોદસિંહ રાઠોડ, મંત્રી તરીકે હાર્દિકભાઈ હરિલાલભાઈ કંઝારિયા, અરુણભાઈ રાજેન્દ્રભાઈ રામાવત, યશભાઈ કમલેશભાઈ રાઠોડ, આર્યનભાઈ ચંદ્રકાંતભાઈ ત્રિવેદી અને આનંદભાઈ જયંતિભાઈ ઘોડાસરા તેમજ કોષાધ્યક્ષ તરીકે અમિતભાઈ કાનજીભાઈ મરછોયાની વરણી કરવામાં આવી છે.