HomeMorbi“તેરા તુજકો અર્પણ” અભિયાનની સફળતા: મોરબી તાલુકા પોલીસે 38 ખોવાયેલા મોબાઇલ શોધી...

“તેરા તુજકો અર્પણ” અભિયાનની સફળતા: મોરબી તાલુકા પોલીસે 38 ખોવાયેલા મોબાઇલ શોધી અરજદારોને પરત કર્યા

મોરબી તાલુકા પોલીસે CEIR પોર્ટલની મદદથી ટેક્નિકલ વર્કઆઉટ અને સતત મોનિટરિંગ કરી આશરે રૂ. 10.38 લાખની કિંમતના 38 ગુમ થયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. પોલીસે તમામ મોબાઇલ અરજદારોને પરત આપી “પોલીસ પ્રજાની મિત્ર છે” સૂત્રને સાર્થક કર્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા તાલુકા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફએ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”માં એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી ના કુલ-૩૮ જેટલા આશરે ૧૦,૩૮,૮૦૦/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ ઇન્સપેક્ટરના હસ્થે તમામ મળી આવેલ મોબાઇલ અરજદારોને પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર મોરબી તાલુકા પોલીસ એ સાર્થક કરેલ છે.

RELATED ARTICLES

Most Popular