HomeMorbiમોરબીમાં દાઉદી વોરા સમાજમાં છવાયો હરખ-ઉલ્લાસનો માહોલ

મોરબીમાં દાઉદી વોરા સમાજમાં છવાયો હરખ-ઉલ્લાસનો માહોલ

ધર્મગુરુની પધરામણીને લઈને ખત્રીવાડ, મુલરાજ શેરી સહિત નાની બજારમાં તૈયારીઓનો ધમધમાટ

મોરબી: મોરબીમાં દાઉદી વોરા સમાજ માટે આગામી દિવસો ખાસ બનવાના છે. સમાજના ધર્મગુરુની પધરામણીને લઈને સમગ્ર સમાજમાં ખુશી, ઉત્સાહ અને આનંદની લહેર છવાઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાજના લોકોમાં ધર્મગુરુના આગમનને લઈને અનેરો હરખ જોવા મળી રહ્યો છે.

મોરબી સહિત સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા ખાતે તા. 9, 10 અને 11 દરમિયાન અલગ-અલગ રૂટ તથા સ્થળોએ ધર્મગુરુની પધરામણીનું આયોજન કરવામાં આવનાર છે. જેને લઈને ખત્રીવાડ, મુલરાજ શેરી, નાની બજાર સહિતના વિસ્તારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ધર્મગુરુના આગમનને આવકારવા માટે સમાજજનો દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘેર-ઘેર અને વિસ્તારોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ધર્મગુરુની પધરામણીના દિવસો નજીક આવતા દાઉદી વોરા સમાજમાં ખુશી અને લાગણીનો માહોલ દિવસેને દિવસે વધુ ગાઢ બની રહ્યો છે, ત્યારે સમગ્ર મોરબીમાં પણ આ પધરામણીને લઈને ઉત્સાહ છલકાઈ રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular