HomeMorbiમોરબીમાં જુગારના બે અડ્ડા પર પોલીસનો સપાટો: 12 ઈસમો ઝડપાયા, રૂ.56,500 રોકડ...

મોરબીમાં જુગારના બે અડ્ડા પર પોલીસનો સપાટો: 12 ઈસમો ઝડપાયા, રૂ.56,500 રોકડ જપ્ત

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી જાહેરમાં તેમજ દુકાનમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 12 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ.56,500 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના શહેરમાં સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાછળ ધારના નાકાના પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા, જયપાલ ભાઈ મૂળજીભાઈ કુંવરિયા, હિતેશભાઈ રાજુભાઈ મુંધવા, કિશનભાઇ સુરેશભાઈ પરમાર રહે. ચારે કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર મફતીયપરુ મોરબી તથા દિનેશભાઈ ઘોઘા ભાઈ વરાણીયા રહે ત્રાજપર મોરબી વાળાને રોકડ રૂપિયા 11300 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે.

જ્યારે બીજો દરોડો મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ આરોપી પરેશભાઈ ગોધાણીની યોર એન્ટરપ્રાઇઝ નામ વાળી દુકાનમાં જુગાર રમતા સાત ઇસમો પરેશભાઈ જીવરાજભાઈ ગોધાણી રહે ઉમા રેસીડેન્સી સોસાયટી પંચાસર રોડ મોરબી, ફેનિલભાઈ અલ્પેશભાઈ ભાડેજા રહે રોયલ હાઈટ ફ્લેટ નંબર 501 ઉમા ટાઉનશીપ મોરબી, જયમલભાઈ મનસુખભાઈ સોલંકી રહે ફ્લેટ નંબર 503 શિવગંગા એપાર્ટમેન્ટ વૃંદાવન પાર્ક સોસાયટી મોરબી, મેહુલભાઈ રમેશભાઈ બોરડા રહે ફ્લેટ નંબર 103 રામ મહિમા એપાર્ટમેન્ટ વૈદહી પ્લાઝા સામે રવાપર ઘુનડા રોડ મોરબી, સતિષભાઈ મુકેશભાઈ કારેણ રહે ફ્લેટ નંબર 503 શિવધારા જલધારા ફ્લેટ મહેન્દ્રનગર મોરબી, સંજયભાઈ મનસુખભાઈ પીપળોતર રહે મનસુખભાઈ પટેલના મકાનમાં મયુર સોસાયટી ઉમિયા સર્કલ પાસે મોરબી, ચિરાગભાઈ ધીરજભાઈ કોદાવરા રહે ફ્લેટ નંબર 102 હરિકુંજ એપાર્ટમેન્ટ વૃંદાવન પાર્ક સોસાયટી મોરબી વાળાને રોકડ રૂપિયા 45,200 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular