HomeMorbiધનાળા ગામે જાહેરમાં પત્તાની બાજી જામી, હળવદ પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા

ધનાળા ગામે જાહેરમાં પત્તાની બાજી જામી, હળવદ પોલીસે 6 જુગારીઓને ઝડપી પાડ્યા

હળવદ તાલુકાના જુના ધનાળા ગામે જાહેરમાં જુગારની બાજી રમતા છ ઈસમો પોલીસના હાથે ઝડપાયા છે. સર્વેલન્સ ટીમે દરોડો પાડી રૂ.14,550ની રોકડ રકમ સાથે તમામને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ધનાળા ગામે જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા ૦૬ ઈસમો અશોકભાઈ પ્રેમદાશભાઇ વૈષ્ણવ રહે. આનંદ પાર્ક હળવદ તા.હળવદ, લલીતભાઈ હિંમતલાલ ઠાકર રહે, વેલાળા તા.મુળી જી. સુરેન્દ્રનગર, સંજયભાઈ ધારાભાઈ રંગપરા રહે, વેલાળા તા.મુળી જી.સુરેન્દ્રનગર, કરશનભાઈ નારણભાઈ સોનાગ્રા રહે,નવા ધનાળા તા.હળવદ, નીરવભાઈ પ્રવિણભાઈ ચૌહાણ રહે. દંતેશ્વર દરવાજા પાસે, વકીલ શેરી હળવદ, દિનેશભાઈ ઓગળભાઈ ઝીંઝવાડિયા રહે. જુના ધનાળા તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૪,૫૫૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular