HomeMorbiવાંકનેર બાઉન્ડ્રી પાસે દેશી દારૂની હેરાફેરી કરતા કારચાલક ઝડપાયો; બે ફરાર
વાંકનેર બાઉન્ડ્રી પાસે દેશી દારૂની હેરાફેરી કરતા કારચાલક ઝડપાયો; બે ફરાર
વાંકનેર સીટી પોલીસની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નેશનલ હાઈવેના GIDC જકાતનાકા નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન શંકાસ્પદ બ્લુ કલરની મારૂતિ સુઝુકી બલેનો કારને રોકી તપાસ કરતાં કારની સીટો અને ડેકીમાંથી દેશી દારૂ ભરેલા 24 પ્લાસ્ટિકના કોથળા મળી આવ્યા હતા.
પોલીસે કુલ 600 લીટર દેશી દારૂ, કિંમત રૂ.1.20 લાખ, તેમજ રૂ.5 હજારનો મોબાઈલ અને રૂ.5 લાખની બલેનો કાર સહિત કુલ રૂ.6.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કારચાલક હિમાંશુ જશવંતભાઈ સોલંકી (ઉં.વ.20, રહે. મોરબી)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. દારૂ અંગે પાસ-પરમિટ માંગતા તેની પાસે કોઈ આધાર ન હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ પૂછપરછમાં દારૂનો જથ્થો ચીરોડાના કિશન કોળી પાસેથી ભરીને માળિયા વનાળિયાની મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયાને પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે વાંકનેર સીટી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર સહિત બે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.