HomeMorbiમોરબીના લાયન્સનગરમાં જુગારનો અડ્ડો ઝડપાયો: રોકડ રૂ.24,100 સાથે ચાર પત્તાપ્રેમી પોલીસની ઝપટે

મોરબીના લાયન્સનગરમાં જુગારનો અડ્ડો ઝડપાયો: રોકડ રૂ.24,100 સાથે ચાર પત્તાપ્રેમી પોલીસની ઝપટે

મોરબીના સનાળા બાયપાસ નજીક લાયન્સનગરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.24,100ની રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના સનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગરમાં જુગાર રમતા ચાર ઈસમો સુરેશભાઈ સવજીભાઈ દેલવાણીયા, શંકરભાઈ રમેશભાઈ કડેવાર, શનિભાઈ રમુભાઈ ઓધાભાઈ વિકાણી, અનિલભાઈ ધીરુભાઈ ભોજવીયા રહે. લાયન્સનગર મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૪,૧૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular