HomeMorbiમોરબીના વનાળીયાની સીમમાં તીનપત્તીનો રંગ જામ્યો, રૂ.1.07 લાખના મુદ્દામાલ સાથે છ પત્તાપ્રેમી...

મોરબીના વનાળીયાની સીમમાં તીનપત્તીનો રંગ જામ્યો, રૂ.1.07 લાખના મુદ્દામાલ સાથે છ પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રૂ.80,200 અને પાંચ મોબાઈલ સહિત કુલ રૂ.1,00,700નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના વનાળીયા ગામની સીમમાં ખેવારીયાના માર્ગે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા સાત ઇસમો ઈસ્માઈલભાઈ હસનભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા.જી.મોરબી, યુનુસભાઈ હાજીભાઈ સુમરા રહે. વનાળીયા ગામ તા.જી.મોરબી, જુસબભાઈ સલેમાનભાઈ સુમરા રહે મોરબી માધાપર શેરી નંબર-૨૨, ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા રહે. મોરબી વીસીપરા પ્રજાપતિ નડિયા ના કારખાના પાછળ તા.જી.મોરબી, માધવજીભાઈ ગોરધનભાઈ પંચોટિયા રહે, મોરબી રવાપર રોડ નરસંગ ટેકરી પાસે અં જની એપાર્ટમેન્ટ બ્લોક નંબર ૫૦૧ મૂળ રહે ભરતનગર તા.જી. મોરબી, હિતેશભાઈ હર્ષદભાઈ મહેતા રહે. મોરબી-૨ જુના સેવાસદન પાછળ રિલીફ નગર તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૦૨૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૫ કિંમત રૂપિયા ૨૦,૫૦૦, કુલ કિંમત રૂપિયા ૧,૦૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ઈશાભાઈ મુસાભાઈ સુમરા રહે. ગામ, વનાળીયા, તા. મોરબીવાળાનુ નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular