HomeMorbiમોરબી SOGની મોટી કાર્યવાહી, 6 જિલ્લાથી હદપાર કરાયેલી મહિલા ઝડપાઈ

મોરબી SOGની મોટી કાર્યવાહી, 6 જિલ્લાથી હદપાર કરાયેલી મહિલા ઝડપાઈ

હદપારીના હુકમનો ભંગ કરી વાંકાનેર તાલુકામાં પ્રવેશેલી મહિલા સામે પોલીસે ગુનો નોંધ્યો

મોરબી SOG ટીમ દ્વારા હદપારીના હુકમનો ભંગ કરનાર મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક મોરબીની સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. મોરબીના માર્ગદર્શન હેઠળ SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, જામનગર, કચ્છ-ભુજ અને દેવભૂમિ દ્વારકા એમ કુલ 6 જિલ્લામાંથી 6 મહિના માટે હદપાર કરવામાં આવેલી મહિલા માનુબેન વા/ઓ રાયસંગ કેશુભાઈ વાઘેલા, રહે. દેવીપૂજક ઉ.વ.30, હદપારીના હુકમની અવગણના કરી ઢુવા ચોકડી નજીક સસ્તા બજાર દુકાન સામેથી મળી આવતા પોલીસે હદપારીના હુકમનો ભંગ બદલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

RELATED ARTICLES

Most Popular