HomeMorbiવાંકાનેર મેઇન બજારમાં જ્વેલર્સને નિશાન બનાવતી બે મહિલા ચોરોનો ખેલ: રૂ.1.85 લાખની...
વાંકાનેર મેઇન બજારમાં જ્વેલર્સને નિશાન બનાવતી બે મહિલા ચોરોનો ખેલ: રૂ.1.85 લાખની સોનાની બાલીની નજર ચૂકવી ચોરી
વાંકાનેરના મુખ્ય બજારમાં આવેલી ખુશાલ જ્વેલર્સમાંથી બે અજાણ્યા મહિલા ઇસમો આશરે રૂ.1.85 લાખની કિંમતની સોનાની બાલી (નથડી) ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લાના સરોડી ગામે રહેતા નોકરી કરતા અરવિંદભાઈ જીવણભાઈ કુમખાણીયા (ઉ.વ.૨૨) એ આરોપી બે મહિલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સોના ચાંદીના દાગીના લે-વેચ વાળી ખુશાલ જ્વેલર્સમાં નામની દુકાને બે મહીલા આવી ફરીયાદીની નજર ચુકવી સોનાની બાલી(નથડી) આશરે નંગ-૬૫ જેનો આશરે ૧૪ ગ્રામ જેટલો છે.જેની આશરે કિ.રૂ-૧,૮૫,૦૦૦/- મતાની બે મહીલા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.