HomeMorbiવર્ષોથી કોર્ટમાં હાજર નહીં થતો પોક્સો કેસનો આરોપી અમરેલીથી ઝડપાયો, ટંકારા પોલીસની...
વર્ષોથી કોર્ટમાં હાજર નહીં થતો પોક્સો કેસનો આરોપી અમરેલીથી ઝડપાયો, ટંકારા પોલીસની કાર્યવાહી
ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો સહિતના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને કોર્ટના વારંવારના વોરંટ છતાં હાજર નહીં થતા આરોપીને ટંકારા પોલીસે અમરેલી જિલ્લાના મતીરાળા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગત તા.૧૯/૦૧/૨૦૨૧ ના રોજ આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે. પુજારા ફળીયુ, બડી મીહીરયાવટ ભવરા, ભાભરા જી.અલીરાજુપર (એમ.પી.) વાળા વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન સ્પે.પોકસો એન્ડ એડી.સેસન્જ જજ મોરબીનાઓની કોર્ટના બી.એસ. એસ.એલ. કલમ-૭૨ નો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનના આરોપી ઘણા લાંબા સમયથી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય અને અવાર નવાર વોરંટ કાઢવા છતા ઇસમ નાસતો ફરતો હોય અને કોર્ટમાં હાજર રહેતો ન હોય જેથી સ્પે. પોકસો એન્ડ એડી.સેસન્જ જજ મોરબીનાઓએ આરોપીનુ બી.એન.એસ.એસ. કલમ-૭૨ મુજબ ફરતુ વોરંટ ઇસ્યુ કરેલ હોય જે વોરંટની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી અંગે બાતમી મેળવી આરોપી રાકેશ ઉર્ફે રાહુલ તેનસિંહ વસુનીયા રહે. પુજારા ફળીયુ, બડી મીહીરયાવટ ભવરા, ભાભરા જી.અલીરાજુપર (એમ.પી.) વાળાને મતીરાળા ગામની સીમ લાઠી જી અમરેલી ખાતેથી પકડી નામદાર કોર્ટમાં રજુ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.