HomeMorbiવાંકાનેરના હોલમઢ ગામ જતા રસ્તે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં 

વાંકાનેરના હોલમઢ ગામ જતા રસ્તે જાહેરમાં જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં 

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ જતા રસ્તે કાબરાનેસની બાજુમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રૂપીયા ૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન હોલમઢ જતા રસ્તે કાબરાનેસની બાજુમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમો ઉપર રેઇડ કરી ફુલ રોકડ રૂ.૭૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે નવ ઇસમો વિપુલભાઇ પ્રેમજીભાઈ પાડલીયા, મેરામભાઇ બાબુભાઇ પાડલીયા, ગોપાલભાઈ ધુડાભાઈ પાડલીયા, પ્રકાશભાઇ ખોડાભાઇ ચૌહાણ, મુનેશભાઈ બાબુભાઈ પાડલીયા, જયંતીભાઈ જેસાભાઈ પાડલીય ગૌતમભાઇ જાદવભાઈ સારલા, મુકેશભાઈ બાબુભાઈ પાડલીયા, ગોપાલભાઇ અવચરભાઇ સારલા રહે બધા હોલમઢ તા વાંકાનેરવાળાને પકડી પાડી ઇસમો વિરુધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

RELATED ARTICLES

Most Popular