HomeMorbiમોરબી પંથકમાં મહિલાની છેડતીનો આક્ષેપ: હાથ મરોડી ઈજા પહોંચાડી, ત્રણ સામે ફરિયાદ

મોરબી પંથકમાં મહિલાની છેડતીનો આક્ષેપ: હાથ મરોડી ઈજા પહોંચાડી, ત્રણ સામે ફરિયાદ

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઘર પાસે આવેલા ત્રણ શખ્સો સામે મહિલાએ ગાળો, મારામારી, છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ આરોપી મહેશ ઉર્ફે ડેગો કેશુભાઈ પરમાર, નીતીન ઉર્ફે બેરો વાલજીભાઈ પરમાર, પુજાબેન નીતીન ઉર્ફે બેરો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તમામ આરોપીઓ ફરીયાદી પાસે આવી જેમફાવે તેમ ગાળો બોલી અને આરોપી મહેશએ ફરીયાદિનો હાથ વાળી અને આરોપી નિતીનએ શરીરે મારમારેલ અને બોલવા લાગેલ કે ચાલ અમારી સાથે મોટર સાયકલમા બેસી જા તેમ કહી, શરીરે જેમફાવે તેમ શરીરે અડપલા કરેલ છે અને આરોપી પુજાબેએ શરીરે મારમારતા ડાબા હાથમાં ફેક્ચર જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular