HomeMorbiમોરબીના જાંબુડિયામાં મંદિર પાસે જુગારનો અડ્ડો ઝડપાયો: તીનપત્તી રમતા 5 ઈસમો ઝડપાયા
મોરબીના જાંબુડિયામાં મંદિર પાસે જુગારનો અડ્ડો ઝડપાયો: તીનપત્તી રમતા 5 ઈસમો ઝડપાયા
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને તાલુકા પોલીસે ઝડપી પાડી રૂ.14,400ની રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી તાલુકાના જાંબુડિયા ગામે હનુમાનજી મંદિર પાસે બાવળના ઝાડ નીચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો કાનાભાઈ જુસબભાઈ ભરવાડીયા, નવઘણભાઈ હિરાભાઈ સિતાપરા, રૂત્વીકભાઈ રમેશભાઈ મકવાણા, વિપુલભાઈ દિનેશભાઈ સોલંકી, રહે. ચારેય ગામ, જાંબુડીયા તા. મોરબી તથા ઘનશ્યામભાઈ રાજુભાઈ હળવદીયા રહે. ગામ, લીલાપર, તા. મોરબીવાળાને રોકડ રૂપિયા ૧૪,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.