HomeMorbiતીથવામાં મંદિર પાસે તીનપત્તીનો અડ્ડો ઝડપાયો: 5 જુગારીઓ રૂ. 18,300ની રોકડ સાથે...
તીથવામાં મંદિર પાસે તીનપત્તીનો અડ્ડો ઝડપાયો: 5 જુગારીઓ રૂ. 18,300ની રોકડ સાથે પકડાયા
વાંકાનેર તાલુકાના તીથવા ગામે શંકર ભગવાનના મંદિર નજીક વડના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે રૂ.18,300ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર તાલુકાના તીથવા ગામે કુબા વિસ્તારમાં શંકર ભગવાનના મંદિર પાસે વડે નીચે ખૂલ્લામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઈસમો મુનાભાઈ ખેરાભાઈ દંતેશરીયા, પરસોત્તમભાઈ સામતભાઈ વિરસોડિયા, શંભુભાઈ રામજીભાઈ વિરસોડિયા, રોહિતભાઈ દીપકભાઈ વજેવાડીયા, વિજયભાઈ કેશુભાઈ વીરસોડિયા રહે. બધા તીથવા ગામ તા. વાંકાનેરવાળાને રોકડ રૂપિયા ૧૮,૩૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.