HomeMorbiમોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં વારંવાર ઝડપાતા ઈસમ સામે PASA: જુનાગઢ જેલ હવાલે
મોરબીમાં પ્રોહિબિશનના ગુનામાં વારંવાર ઝડપાતા ઈસમ સામે PASA: જુનાગઢ જેલ હવાલે
મોરબી શહેરમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં વારંવાર ઝડપાયેલા ઈસમ સામે મોરબી સિટી-એ ડિવિઝન પોલીસે PASA હેઠળ કાર્યવાહી કરી છે. કલેક્ટર દ્વારા પાસા વોરંટ ઈસ્યુ થતાં આરોપીને જુનાગઢ જિલ્લા જેલ હવાલે કરાયો છે.
મોરબી શહેરમાં અવાર નવાર પરપ્રાંતીય દારૂના ગુન્હાઓ પકડાયેલ હિન્દુભાઇ મોહનભાઇ ઉર્ફે મેપાભાઇ બાંભવા (ઉ.વ.૩૧) રહે. મોરબી શનાળા બાયપાસ જી.ઈ.બી સામે તુલસીપાર્ક વાળા વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.