HomeMorbiમોરબીમાં જ્વેલર્સની દુકાન તસ્કરોના નિશાને: પાછળની દિવાલ તોડી રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીના...
મોરબીમાં જ્વેલર્સની દુકાન તસ્કરોના નિશાને: પાછળની દિવાલ તોડી રૂ.17.24 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી
મોરબીના સરદાર રોડ પર જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી રાધાકૃષ્ણ જ્વેલર્સમાં તસ્કરોએ રાત્રિના સમયે પાછળની દિવાલ તોડી બાખોરું પાડી પ્રવેશ કર્યો હતો. દુકાનમાંથી રૂ.17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને ચાંદીનો ભંગાર ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સરદાર રોડ પર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખારા કુવાવાળી શેરીમાં રહેતા 45 વર્ષીય દીપકભાઈ જયંતીભાઈ માંડલિયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સરદાર રોડ પર રાધાકૃષ્ણ ઝર્વેલર્સ નામની દુકાનમાં રાત્રીના સમયે પાછળની દિવાલ તોડી બાખોરુ પાડી પ્રવેશ કરી દુકાનમાં રાખેલા સોના ચાંદીના દાગીના તેમજ ચાંદીનો ભંગાર જેમાં સોનાના દાગીના વજન આશરે ૨૪ ગ્રામ કિ.રૂ. ૨,૭૪,૦૦૦/- તથા ચાંદીના ઘરેણા વજન આશરે ૬ કિલો ૨૫૦ ગ્રામ જેની કિ.રૂગ, ૧૨, ૫૦,૦૦૦/-તથા ચાંદીનો ભંગાર ૧ કિલો ૫૦૦ ગ્રામ જેની કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- જે કુલ મળી કિ.રૂ.૧૭,૨૪,૦૦૦/-ની કોઇ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.