HomeMorbiમોરબીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો અડ્ડો ઝડપાયો: 6 જુગારીઓ રોકડ સાથે ઝડપાયાં

મોરબીમાં રહેણાંક મકાનમાં તીનપત્તીનો અડ્ડો ઝડપાયો: 6 જુગારીઓ રોકડ સાથે ઝડપાયાં

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર રહેણાંક મકાનમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી 6 ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.88,400ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા આરોપી લલિતભાઈના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૦૬ ઈસમો લલીતભાઇ ગંગારામભાઈ હાલપરા રહે. સરદાર બંગલો સોસાયટી પવનસુત એપાર્ટમેન્ટ ની બાજુમા રવાપર ઘુનડા રોડ મોરબી, હિતેશભાઈ દામજીભાઈ શોભાસણા, રહે. બી પાંસો એક ભગવતી ટવીન્સ બોની પાર્ક રવા પર રોડ મોરબી મુળ ગામ ઢાંક તાઉપલેટા, ગામ, મોરબી, ચંદ્રકાંતભાઇ બાબુલાલ ગામી રહે.‌સાંઇ એપાર્ટમન્ટ આલાપ રોડ મોરબી મુળ વિર પરડા તા. જિ. મોરબી, વીરેન્દ્રભાઇ ઉર્ફે વાસુભાઈ હરજીવનભાઈ વરસડ એક સો ત્રણ કાંતીજ્યોત સોસા મહેન્દ્રનગર ચોકડી મોરબી, રોહીતભાઈ ચતુરભાઈ હાલપરા રહે. મોરબી રવાપર પુનડા રોડ બોનીપાર્ક ભગવતી ટવીન્સ એપાર્ટમેન્ટ બ્લોકનું પાંસો બે મુળ રહે નેકનામ તો ટંકારા, કીરીટભાઈ ત્રિભોવનભાઇ લીખીયા રહે. મોરબી આલાપ રોડ ખોડીયાર માતાનામ મંદીર મુળરહે આમરણ તા.મોરબી, ની સામે સાંઇ એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૧૦૧ મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૮,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular