HomeMorbiમોરબીથી સગીરાના અપહરણ કેસમાં 20 મહિનાથી ફરાર આરોપી અમદાવાદના નારોલથી ઝડપાયો
મોરબીથી સગીરાના અપહરણ કેસમાં 20 મહિનાથી ફરાર આરોપી અમદાવાદના નારોલથી ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરાના અપહરણના ગુનામાં 20 મહિનાથી નાસતો ફરતો આરોપી અમદાવાદના નારોલમાંથી ઝડપાયો છે. મોરબી AHTU અને સીટી એ ડિવિઝન પોલીસની ટીમે કાર્યવાહી કરી આરોપી તેમજ ભોગ બનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ.૧૩૭(૨),૮૭ મુજબના ગુન્હાનો આરોપી મગનભાઇ ઉર્ફે ગૌતમ વાઘજીભાઇ ડાંગર (ઉવ ૩૦) રહે જસદણ જિલ્લો રાજકોટ વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી મગનભાઇ ઉર્ફે ગૌતમ વાઘજીભાઈ ડાંગરને અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની માહીતી મળતા AHTU ટીમ તથા મોરબી સીટી એ ડિવી. પો.સ્ટે. ટીમ દ્વારા અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.