HomeMorbiમોરબીના રફાળેશ્વરમાં સાતમ-આઠમની જુગારની બાબતે બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબીના રફાળેશ્વરમાં સાતમ-આઠમની જુગારની બાબતે બે જૂથો વચ્ચે અથડામણ: સામસામે ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે સાતમ-આઠમના તહેવાર પર સમાજની વાડીમાં જુગાર રમવાની ના પાડવાની બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ ઉગ્ર મારામારી અને તોડફોડનો બનાવ બન્યો છે. ચામુંડા હોટલ, બ્યુટી પાર્લર, વાહનો અને દુકાનોમાં ધોકા-પાઈપ વડે ભારે તોડફોડ કરી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં મહિલાઓને ઈજાઓ પહોંચી હતી . જ્યાં બંને પક્ષે એકબીજા વિરુદ્ધ મોરબી તાલુકા સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વરમાં રહેતા નિતાબેન પ્રકાશભાઈ કામેજડીયા (ઉ.વ.૩૮) એ આરોપી સુલતાન ગીરધરભાઈ વાઘેલા, અજયભાઈ ચૌહાણ, મુકેશભાઈ કરશનભાઈ પરમાર રહે. ગામ. રફાળેશ્વર, તા.જી. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતિએ પોતાની જ્ઞાતીની સમાજ વાડીમાં સાતમ આઠમ ના તહેવાર ઉપર આરોપીઓને જુગાર રમવાની ના પાડતા સારૂ નહીં લાગતા આરોપી સુલતાન ગીરધરભાઈ વાઘેલા તથા અજયભાઈ ચૌહાણ તથા મુકેશભાઈ કરશનભાઈ પરમાર પોતાના હાથમા પાઈપ લઇને આવેલ અને ફરીયાદીના પતીની 1-20 ગાડીમાં તથા હોટલમા નુકશાન કરી જેમફાવે તેમ ભુંડા બોલી ગાળૉ દેવા લાગેલ અને ફરીયાદી ને કહેલ કે ક્યા છે તારો પતિ તેને જાનથી મારી નાખવો છે તેમ કહી ફરીયાદીને આરોપી સુલતાન તથા અજયે શરીરે પાઈપ થી મુઢમાર મારી ફરીયાદી જમણા હાથના બાવળા તથા બંન્ને પગે મુઢ ઈજા કરતા બચવા સારુ ત્યાંથી ભાગીને તેમ ના ઘરે જતા રહેલ આ દરમ્યાન આરોપીઓ પાછળ જઈ ફરીયાદીના બ્યુટી પાર્લરમા તથા ફરીયાદિના જમાઈના એકટીવામા તથા પાડોશીની પડેલ રીક્ષામા તથા ફરીયાદીના જેઠના દિકરાની દુકાનના છાપરામા પાઇપ વતી તોડફોડ કરી નુકશાન કરી અને ફરીયાદીની હોટલમા ધંધાના હોટલના થડામા રહેલ રૂપીયા ૬૦૦૦ લુટ કરી લઇ જઈ ફરીયાદિ ની દુકાનમાં ગુનાહિત અપ પ્રવેશ કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે સામા પક્ષે મૂળ મોરબી જિલ્લાના રંગપર બેલા ગામના વતની અને હાલ મોરબી રહેતા સુનિતાબેન ખીમજીભાઈ પરમાર (ઉ.વ.૨૮)એ આરોપી નીતાબેન પ્રકાશભાઈ કોળી, પ્રકાશભાઈ કોળી, ધનીબેન કોળી, હીનાબેન કોળી રહે. રફાળેશ્વર ગામ તા. જી. મોરબી વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નાના ભાઈ અજય આરોપી પ્રકાશભાઈ કોળીની હોટલે માથાકૂટ કરેલ તે બાબતનો ખાર રાખી પ્રકાશભાઈની પત્ની નીતાબેન તથા હીનાબેન કોળી તથા ધનીબેન એમ બધા ફરીયાદીને ગાળો આપી આરોપી પ્રકાશભાઈ એ કહેલ કે અજય દેઢા ની બેન છે પકડ જેથી તેની પત્ની નીતાબેન એ ફરીયાદીને પકડેલ અને પ્રકાશભાઈએ માથામાં ધોકો મારી મુઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular