HomeMorbiસસ્તા કોપર કેબલની લાલચ આપી મોરબીના વેપારીને રૂ. 15.98 લાખનો ચૂનો!

સસ્તા કોપર કેબલની લાલચ આપી મોરબીના વેપારીને રૂ. 15.98 લાખનો ચૂનો!

કચ્છમાં પવનચક્કીના સસ્તા કોપર કેબલનો ભંગાર અપાવવાની લાલચ આપી મોરબીના વેપારી પાસેથી એડવાન્સ અને GST બિલના નામે કુલ રૂ.15.98 લાખ પડાવી લેવાયા. રકમ મળ્યા બાદ માલ ન આપી ફોન સ્વિચ ઓફ કરી દેતાં પાંચ શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ રોડ પર મહેન્દ્રનગરમા આવેલ તુલસી પાર્કમાં રહેતા અને વેપાર કરતાં ૪૨ વર્ષીય હરિલાલ વિરૂજી ગુર્જરએ આરોપી નિતેશભાઇ લાભુભાઈ દેવીપુજક રહે ઇન્દ્રીરાનગર મોરબી, ઇરફાનભાઈ નાની ખીજડી તા. ટંકારા, કોટક મહિન્દ્રા બેન્ક ધારક, ઈમ્તિયાઝભાઇ, મયુરભાઇ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી અંકિતભાઇ ભંગારની લે-વેચનો ધંધો કરતા હોય જેઓ પાસેથી મોટી રકમની ઠગાઇ કરવા સારૂ તમામ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આયોજનબધ્ધ કાવતરૂ રચી તમામે પોતાનો સમાન ઇરાદો પાર પાડવા આરોપીઓએ એજન્ટ બની ફરીયાદી, સાથીને કોપરનો ભંગાર વેચાણ અપાવવા અંગે વિ શ્વાસમાં લઇ આરોપીના બેન્ક એકાઉન્ટમાં ફરીના રૂ. ૯.૪૮,૭૨૦/- તથા રૂ. ૬,૫૦,૦૦૦/ -એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કુલ રૂ. ૧૫,૯૮,૭૨૦/- ની રકમનો કોપરનો ભંગાર નહી આપી નાણાની ઠગાઇ કરી ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular