HomeMorbiહળવદના રાણેકપરની સીમમાં ઘોડી-પાસાનો જુગાર ધમધમતો ઝડપાયો: 13 જુગારીઓ ઝડપાયા, રૂ. 2.68...
હળવદના રાણેકપરની સીમમાં ઘોડી-પાસાનો જુગાર ધમધમતો ઝડપાયો: 13 જુગારીઓ ઝડપાયા, રૂ. 2.68 લાખ રોકડ જપ્ત
હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં ઘોડી-પાસાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે દરોડો પાડી 13 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રૂ. 2,68,600ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે રાણેકપર ગામની સીમમાં જુગાર અંગે રેઇડ ઘોડી-પાસાનો જુગાર રમતા ૧૩ ઈસમો નયનભાઈ વૃજલાલ માકાસણા રહે.હળવદ સાનિધ્ય બંગલો તા.હળવદ, સામંતભાઈ રામજીભાઈ ઝાપડા રહે.હળવદ અન્નક્ષેત્ર પાસે તા.હળવદ, પ્રેમજીભાઈ બાબુભાઈ નાકિયા રહે ગામ.ચુલી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, વાસુદેવભાઈ સોંડાભાઈ ડાભી રહે ગામ ચુલી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ વેડલીયા રહે.ધાંગધ્રા દિલ્હી દરવાજા પાસે તા.ધાંગધ્રા, લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા રહે. હળવદ કુંભાર દરવાજા બહાર તા.હળવદ જી.મોરબી, રહેમાનભાઈ ગુલાબભાઈ સામતાણી રહે.ધાંગધ્રા રેલ્વે સ્ટેશન પાસે તા.ધાંગધ્રા, લાલજીભાઈ કિશોરભાઈ વાઘેલા રહે.ધ્રાંગધ્રા ભાર્ગવી સોસાયટી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, દલસુખભાઈ પમાભાઈ જાદવ રહે.ધાંગધ્રા સર્વોદય સોસાયટી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ નટવરભાઈ પરમાર રહે. સાયલા આંબેડકર નગર તા.સાયલા, પિયુષભાઈ ચમનભાઈ સચાણીયા રહે.હળવદ આનંદ પાર્ક તા.હળવદ, દિનેશભાઈ વજાભાઈ ઢવાણિયા રહે.હળવદ ભવાનીનગર ઢોરો તા.હળવદ, નરેન્દ્રભાઈ તરસીભાઈ ચૌહાણ રહે.ધ્રાંગધ્રા આંબેડકર નગર તા.ધાંગધ્રા જી. સુરેન્દ્રનગરવાળાને રોકડ રકમ રૂ.૨,૬૮,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.