HomeMorbiહળવદમાં સ્પાના હિસાબનું મનદુઃખ બન્યું બબાલનું કારણ! યુવક-માતા પર લોખંડના ઝારાથી હુમલો
હળવદમાં સ્પાના હિસાબનું મનદુઃખ બન્યું બબાલનું કારણ! યુવક-માતા પર લોખંડના ઝારાથી હુમલો
હળવદની રઘુનંદન સોસાયટીમાં સ્પાના ભાગીદારીના હિસાબને લઈને જૂનો વિવાદ ઉગ્ર બન્યો હતો. ધ્રાંગધ્રામાં સ્પા ચલાવતા ભૂતપૂર્વ ભાગીદારે ઘરે આવી યુવક સાથે બોલાચાલી બાદ ઝપાઝપી કરી લોખંડના ઝારાથી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વચ્ચે પડેલી યુવકની માતાને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. હળવદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદની રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરૂભાઈ ડાભી (ઉ.વ.૩૦) એ આરોપી કરણસિંહ દિલુભાઈ ચૌહાણ રહે. રઘુનંદન સોસાયટી હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આજથી ત્રણ વર્ષ પહેલા આરોપી સાથે ધ્રાંગધ્રાં ગોકુલધામ કોમ્પલેક્ષમા એપલ સ્પા પાર્ટનરમાં ચાલુ કરેલ અને છેલ્લા ત્રણેક મહીના થી ફરીયાદી તથા આરોપી ને હિસાબ બાબતે મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી આરોપીએ પુરી તરવાનો લોખંડનો લાકડાના હાથા વાળા ઝારાથી ફરીયાદીને પીઠના ભાગે તેમજ સાથી કંચનબેન વચ્ચે પડતા આરોપીએ પુરી તરવાનો લોખંડના લાકડાના હાથા વાળા ઝારાથી પીઠ પાછળ મારેલ અને ફરીયાદી તથા સાથીને ભુંડા બોલીગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.