HomeMorbiપીપળીયારાજમાં રસ્તો ખાલી કરવાનું કહેવું પડ્યું ભારે! બકરાં સાઈડમાં લેવાનું કહેતાં આધેડ...
પીપળીયારાજમાં રસ્તો ખાલી કરવાનું કહેવું પડ્યું ભારે! બકરાં સાઈડમાં લેવાનું કહેતાં આધેડ ખેડૂત પર લાકડીથી હુમલો
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામની સીમમાં રસ્તા પરથી ઢોર-બકરાં સાઈડમાં લેવાનું કહેવા જેવી સામાન્ય બાબતે મામલો ઉગ્ર બન્યો હતો. રસ્તામાં ધીમે ધીમે ઢોર લઈ જતા પાડોશી ચરવાહકને આગળ જવા માટે રસ્તો કરી આપવા કહેતાં ઉશ્કેરાયેલા શખ્સે 46 વર્ષીય આધેડ ખેડૂતને લાકડી વડે માથાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. સાથે જ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા અને ખેતી કરતા ઈલ્મુદીનભાઈ મામદભાઈ માથકીયા (ઉ.વ.૪૬) એ તેમના જ ગામના આરોપી હિરાભાઈ જેસાભાઈ ટોટા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનું પાવર ટીલર ટ્રેકટર જેવુ ટ્રોલી જોડી ટ્રોલીમાં પોતાના પત્ની ને બેસાડી વાડીએ જતા હોય અને આગળ ગાડા મારગમાં આરોપી પોતાના ગાય બકરા ઢોરા લઇ જતા હોય તે ધીમે ચાલતા હોય જેથી ફરીયાદિએ આગળ જવા ચાલે તેટલો રસ્તો કરી આપવા ઢોરા સાઇડમાં લેવાનું કહેતા આરોપીને સારૂ નહીં લાગતા ઉશ્કેરાઇ જઇ લાકડી વતી ફરીયાદિને માથામાં મારી ઇજા કરી ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.