HomeMorbiવાંકાનેરના અપહરણ કેસમાં 13 મહિનાથી ફરાર આરોપી ભોપાલથી ઝડપાયો, સગીરા પણ મળી...
વાંકાનેરના અપહરણ કેસમાં 13 મહિનાથી ફરાર આરોપી ભોપાલથી ઝડપાયો, સગીરા પણ મળી આવી
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં 13 મહિનાથી નાસતા ફરતા આરોપીને મોરબી AHTU અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મધ્યપ્રદેશના ભોપાલથી ઝડપી પાડ્યો છે. પીપલાની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપી સાગર વર્મા તથા ભોગ બનનારને હસ્તગત કરી વાંકાનેર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો અપહરણના ગુન્હાનાનો આરોપી સાગર દેવચંદ મયારામભાઇ વર્મા (ઉ.વ. ૨૨) ધંધો સિક્યુરીટી ગાર્ડ મુળ રહે. લાલપુરીયા તા.સુટાલીયા જિ.રાજગઢ(મધ્યપ્રદેશ) વાળો ફરીયાદીની સગીર વયની દિકરીને અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી સાગર વર્માને પીપલાની થાના વિસ્તાર ભોપાલ (મધ્યપ્રદેશ) વિસ્તારમાં હોવાની માહીતી મળતા AHTU ટીમ તથા વાંકાનેર તાલુકા પોલિસ ટીમ દ્વારા પીપલાની થાના વિસ્તાર ભોપાલ (મધ્યપ્રદેશ) માંથી આરોપી તથા ભોગબનનારને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે. લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.