HomeMorbiમોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે ચોરાયેલી બાઈક સાથે એકને ઝડપી...

મોરબીમાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: ક્રાઈમ બ્રાન્ચે ચોરાયેલી બાઈક સાથે એકને ઝડપી લીધો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. સમર્પણ હોસ્પિટલ નજીકથી શંકાસ્પદ હાલતમાં મળેલા ઇસમની પૂછપરછમાં બાઈક ચોરીની કબૂલાત કરાવતાં પોલીસે ચોરાયેલી બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

મોરબી એલ.સી.બી. /પેરોલ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન સમર્પણ હોસ્પીટલથી નેશનલ હોઇવેરોડ જવાના રસ્તે આર.સી.સી.રોડ ઉપર ઇસમ હોન્ડા સાઇન નંબર GJ-O3-FR- 9809 સાથે મળી આવતા ઇસમ પાસે મોટર સાયકલના કાગળો માગતા ગલ્લા તલ્લા કરતા વિશ્વાશમા લઇ કડક પુછપરછ કરતા આજથી પંદરેક દિવસ પહેલા સમર્પણ હોસ્પીટલ સામે પ્રમુખ સ્ટીલના ગોડાઉન સામેથી ચોરી કરેલાની કબુલાત આપતા આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે મોટર સાયકલ સાથે ઇસમ ગૌતમભાઇ મગનભાઇ બોચીયા રહે. ઇન્દીરાનગર તા.જી.મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિ પોલીસ સ્ટેશનને સોંપી આપી આ વણ શોધાયેલ મોટર સાયકલ ચોરીનો ગુનો શોધી કાઢેલ છે.

RELATED ARTICLES

Most Popular