HomeMorbiમોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા
મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો સપાટો: 8 જુગારીઓ ઝડપાયા
મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલી વિજયનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા 8 ઈસમોને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં 30,800 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ વિજયનગર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો મનસુખભાઈ નરભેરામભાઈ સાંણદિયા રહે. વીજયનગર કન્યા છાત્રાલય રોડ, નાની કેનાલ મોરબી, રમેશભાઈ મગનભાઈ વસાણીયા રહે. ૪૦૩, અવધ રેસીડેન્સી, બાલક પાટીયા સુરત તા. જિ.સુરત મુળ મોડપર તા. જિ.મોરબી, હસમુખભાઈ લખમણભાઇ કાનેટીયા રહે. વીજયનગર કન્યાછાત્રાલય રોડ મોરબી, રાકેશભાઈ જિવરાજભાઇ લો રહે. ચિત્રકુટ સોસા શેરી ન 3 રવાપર ગામ મોરબી, સુભાષભાઈ કુરજીભાઈ ભુત રહે. બોની પાર્ક નંદ વિલેજ એપાર્ટમેન્ટ ફ્લેટ 701 મોરબી, હેમંતભાઈ ભગવાનભાઇ વડગામાં રહે. વિજયનગર સોસાયટી, મોરબી, ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા રહે. ઈન્દ્રપ્રસ્થ સોસા શેરી ન 2. મોરબી, પુનીતભાઈ રમેશભાઈ સુરાણી રહે. વીજયનગર કન્યાછાત્રાલય રોડ મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૦,૮૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.