HomeMorbiટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો...
ટંકારાના વિરપરમાં દીવાલ-જગ્યાના જૂના વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે પડોશી પરિવારો વચ્ચે માથાકૂટ, સામસામી ફરિયાદ
ટંકારાના વિરપર ગામે જૂની અદાવતના કારણે બે પડોશી પરિવારો વચ્ચે ફરી માથાકૂટ થઈ હતી. ફળિયાની દીવાલ અને જગ્યાના વિવાદમાં બંને પક્ષે ગાળો, ઝપાઝપી અને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપો સાથે ટંકારા પોલીસમાં સામસામી ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા ભાવનાબેન મહેશભાઈ ચાવડા (ઉ.વ.૩૨) એ આરોપી સોનલબેન આંબાભાઈ ચાવડા, શાંતાબેન આંબાભાઈ ચાવડા, મુકેશભાઈ આંબાભાઇ ચાવડા રહે. વિરપર ગામવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરના ફળીયાની દિવાલ કરેલ હોય જે બાબતે જુનો ઝધડો હોય જેનો ખાર રાખીને આરોપી સોનલબેન અને શાંતાબેન બન્ને ફરીયાદી સાથે ઝધડો માથાકુટ કરી ભુંડાબોલી ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ જઈને જપાજપી કરી જપાજપીમાં ફરીયાદીને નીચે પાડી દઈ પગમાં મુંઢ ઇજા કરી આરોપી મુકેશભાઈ પોતાના ઘરમાંથી બહાર આવી ફરીયાદીને કહેલ કે તમને બધાને પાડી દેવા છે અને જાનથી મારી નાખવા છે તેમ ધમકીઓ આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા શાંતાબેન આંબાભાઈ ચાવડા (ઉ.વ.૫૭) એ આરોપી ભાવનાબેન મહેશભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ કારાભાઈ ચાવડા, દર્શનાબેન લક્ષ્મણભાઈ ચાવડા, પ્રિતીબેન લક્ષ્મણભાઇ ચાવડા રહે વિરપર ગામવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ઘરની સામે રહેતા આરોપી ભાવનાબેનના પતિના ઘરની દિવાલનો જુનો ઝઘડો હોય અને જુના ઝઘડાનો ખાર રાખીને આરોપીઓ આવી ફરીયાદી તથા સાથી સોનલબેન એમ બન્ને સાથે ઝઘડો માથાકુટ કરી ભુંડાબોલી ગાળો આપી બાદ આરોપી ભાવનાબેન એકદમ ઉશ્કેરાઈ જઈને ફરીયાદીની દિકરી સાથે જપાજપી કરી બાદ આરોપી લક્ષ્મણભાઈએ ફરીયાદીને ભુંડી ગાળો આપી કહેલ કે તમે જગ્યા ખાલી કરી દેજો નહીંતર તમને બધાને ઉપાડી લેશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.
બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.