HomeMorbiનવલખી રોડ પર પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો, 59 બોટલ સાથે...

નવલખી રોડ પર પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો, 59 બોટલ સાથે ઈસમ પકડાયો

મોરબીમાં પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસે નવલખી રોડ પર જલારામ એપાર્ટમેન્ટ સામે શંકાસ્પદ રીતે પ્લાસ્ટિકની થેલી લઈને પસાર થતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

પોલીસે લાયન્સનગરના રહેવાસી સુનીલભાઈ ઘોઘુભાઈ સારલા (ઉં.વ. 37)ને રોકી તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીની તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 59 બોટલો મળી આવી હતી.

તપાસ દરમિયાન આ દારૂ માત્ર રાજસ્થાન અને ચંદીગઢમાં વેચાણ માટે મંજૂર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કુલ રૂ.6,610ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે. આ મામલે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) તથા 116(બી) મુજબ ગુનો નોંધી દારૂ ક્યાંથી આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular