HomeMorbiવાંકાનેરમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસ ત્રાટકી: ચાર જુગારીઓ ઝડપાયા
વાંકાનેરમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસ ત્રાટકી: ચાર જુગારીઓ ઝડપાયા
વાંકાનેરના જીનપરા શેરી નં. 13માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રૂ. 5,550 સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા શેરી નં -13 માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો નટવરભાઈ મનસુખભાઈ સીતાપરા, રમેશભાઈ મગનભાઈ દેગામા, સંજયભાઈ દેવકરણભાઇ દેદાણ, છનાભાઈ છગનભાઈ બારૈયા રહે. બધા વાંકાનેરવાળાને રોકડ રૂપિયા 5550ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે