HomeMorbiમકનસરમાં મકાન બન્યું દારૂન ઓફ અડ્ડો! પોલીસે દરોડો પાડી 89 બોટલ ઝડપીઃ...
મકનસરમાં મકાન બન્યું દારૂન ઓફ અડ્ડો! પોલીસે દરોડો પાડી 89 બોટલ ઝડપીઃ આરોપી ફરાર
મકનસરના પ્રેમજીનગરમાં પોલીસનો દરોડો, રહેણાંક મકાનમાંથી રૂ.53,855નો વિદેશી દારૂ ઝડપાયો; આરોપી પોલીસ પહોંચે તે પહેલાં ફરાર.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી રેઇડ કરતા મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગરમા રહેતા આરોપી કરણભાઈ ધર્મેન્દ્રભાઈ ચૌહાણના કબ્જા ભોગવટવાળા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૮૯ કિંમત રૂપિયા ૫૩૮૫૫ નો મુદામાલ ઝડપી પાડી રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.