HomeMorbi15 વર્ષથી અવિરત સેવા: ભચાઉમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે જડેશ્વર રોડવેઝ...

15 વર્ષથી અવિરત સેવા: ભચાઉમાં માતાના મઢ જતા પદયાત્રીઓ માટે જડેશ્વર રોડવેઝ ગ્રુપનો વિશ્રામ કેમ્પ

ભચાઉ: માતાના મઢ દર્શનાર્થે પગપાળા જતા પદયાત્રીઓની સેવા માટે શ્રી જડેશ્વર રોડવેઝ ગ્રુપ, ગાંધીધામ દ્વારા સતત 15મા વર્ષે પણ વિશ્રામ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 2 ઓક્ટોબરથી તા. 9 ઓક્ટોબર, 2026 દરમિયાન ભચાઉમાં કચ્છ ડેરી સામે, ગુરુકૃપા હોટલથી આગળ આ સેવા કેમ્પ કાર્યરત રહેશે.

કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, નાસ્તો, બપોર તથા સાંજનું ભોજન, નહાવાની સુવિધા અને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉપરાંત થાકેલા પદયાત્રીઓના પગને ગરમ પાણીથી મસાજ અને સેક જેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે, જેથી પદયાત્રીઓને લાંબી પદયાત્રા દરમિયાન આરામ મળી શકે.

જડેશ્વર રોડવેઝ ગ્રુપ દ્વારા તમામ પદયાત્રીઓને આ સેવા કેમ્પનો અચૂક લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે રતીલાલભાઈ (રતાભાઈ) સોઢિયા 99130 38787 અથવા મોરબી પોલીસમાં ફરજ બજાવતા સતિષભાઈ બસીયા 99134 39205નો સંપર્ક કરી શકાય છે.

RELATED ARTICLES

Most Popular