HomeMorbiમોરબી LCBની કાર્યવાહી: લૂંટ અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા બે આરોપી ઝડપાયા
મોરબી LCBની કાર્યવાહી: લૂંટ અને પ્રોહિબિશનના ગુનામાં નાસતા બે આરોપી ઝડપાયા
મોરબી; સરહદી રેન્જની સ્પેશ્યલ ડ્રાઇવ અંતર્ગત મોરબી LCB/પેરોલ ફર્લો સ્કવોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સરહદી રેન્જ ભુજ દ્વારા તા. 1થી 15 ઓક્ટોબર દરમિયાન નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવ ચાલી રહી છે. દરમિયાન મોરબી LCB/પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે લૂંટના ગુનામાં નાસતા ફરતા રણમલ ઉર્ફે મુખી દિલાવરભાઈ સામતાણી (ઉ.વ.43), રહે. ખીરઈ, તા. માળીયા (મીં)ને તેના રહેણાક મકાનેથી ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસને સોંપ્યો હતો.
જ્યારે પ્રોહિબિશનના ગુનામાં નાસતી ફરતી મુસ્કાનબેન અબ્બાસભાઈ કટીયા (ઉ.વ.21), રહે. માળીયા વનાળીયા સોસાયટી, મોરબી-2ને મહિલા પોલીસ કર્મચારીની મદદથી મોરબીના ગ્રીન ચોક ખાતેથી ઝડપી પાડી વાંકાનેર સિટી પોલીસને સોંપવામાં આવી છે.