HomeMorbiમોરબીમાં આંગડીયા પેઢીમાં રૂ.1.08 કરોડની ઉચાપતનો આક્ષેપ

મોરબીમાં આંગડીયા પેઢીમાં રૂ.1.08 કરોડની ઉચાપતનો આક્ષેપ

મોરબી: મોરબીના ધરતી ટાવર સ્થિત ‘પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કું.’ આંગડીયા પેઢીમાં રૂ.1.08 કરોડની ઉચાપત થયાની ફરિયાદથી ચકચાર મચી છે. પેઢીના મેનેજર તરીકે છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા મહેસાણાના રોહીતભાઈ સુરેશભાઈ પટેલ સામે ભાગીદાર પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ મેનેજરને પેઢીના વહીવટ તથા આવક-જાવકનો હિસાબ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી. દરમિયાન રૂ.1,08,00,000નો હિસાબ આપ્યા વિના તેઓ સાંજના સમયે ઓફિસેથી નીકળી ગયા હતા. સહકર્મચારીઓએ સંપર્ક કરવાનો પ્રયાસ કરતા મોબાઇલ ફોન બંધ હોવાનું જાણવા મળ્યું હતું.

આશરે દોઢ મહિના બાદ સંપર્ક થતાં હિસાબ આપવાના બહાના કરી સમય પસાર કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. અંતે કોઈ હિસાબ રજૂ ન થતાં પેઢીના ભાગીદારે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular