HomeMorbiમોરબીમાં ઘરકામ મુદ્દે પત્ની સાથે બોલાચાલી બાદ પતિનો લાકડીથી હુમલો

મોરબીમાં ઘરકામ મુદ્દે પત્ની સાથે બોલાચાલી બાદ પતિનો લાકડીથી હુમલો

મોરબીના લગ્ધીરપુર રોડ પરની એટોમ સિરામિકની લેબર કોલોનીમાં ઘરકામ બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિએ પત્નીને ગાળો આપી લાકડાના ધોકા વડે માથા સહિતના ભાગે માર મારતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ રવાપર ગામના મોહનભાઈ કોઠિયાના ખેતરે રહેતા અને મજુરી કામ કરતા વિષ્નુભાઈ રણમલભાઈ રાઠોડ (ઉ.વ.૨૩) એ આરોપી કમલેશભાઈ પીરૂલાલ પરમાર રહે. હાલ મોરબી લગ્ધીરપુર રોડ પર આવેલ એટોમ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં તા .જી. મોરબી મુળ રહે રાજ્ય મધ્યપદેશવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના મોટાબાપુના દીકરી સાથી જરીનાબેનને પોતાના પતિ આરોપીએ ઘરકામ કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી સાથીને ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા વડે માથાના ભાગે આગળ કપાળમાં સાંત આંઠ ટાકા તેમજ પાછળના ભાગે ચાર ટાકા આવે તેવી ઈજા તથા પીઠના ભાગે તે મજ ડાબા હાથના ભાગે મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular