HomeMorbiમોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ:...

મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ: વિશેષ પોક્સો કોર્ટનો મહત્વનો ચુકાદો

મોરબીમાં ૧૮ માર્ચ ૨૦૨૪ના રોજ એક સગીર વયની દીકરીને બળજબરીથી મોટરસાઇકલ પર બેસાડી લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગુનો આચરવામાં આવ્યો હતો.

આ મામલે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી જીગ્નેશભાઈ ઉર્ફે ભીખો રમેશભાઈ ગણેશીયા વિરુદ્ધ તપાસ એજન્સી દ્વારા ભારતીય દંડ સંહિતા, પોક્સો (POCSO) એકટ તથા એટ્રોસિટી એકટની વિવિધ કલમો હેઠળ પુરતા પુરાવા સાથે નામદાર પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

કેસની સુનાવણી દરમિયાન પ્રોસીક્યુશન તરફથી મદદનીશ સરકારી વકીલ નીરજ ડી. કારીઆએ ૧૩ સાક્ષીઓની તપાસીને મજબૂત દલીલો રજૂ કરી હતી. મોરબીના નામદાર સ્પેશિયલ (પોક્સો) અને એડીશનલ સેશન્સ જજ બી.કે. ચંદારાણાએ ફરિયાદી, ભોગબનનાર, મેડિકલ ઓફિસર અને સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ આરોપીને દોષિત ઠેરવ્યો હતો.

કોર્ટે આરોપીને પોક્સો એકટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૨૫,૦૦૦નો દંડ (દંડ ન ભરે તો વધુ ૫ માસની સાદી કેદ) ફટકાર્યો છે. આ ઉપરાંત, એટ્રોસિટી એકટની કલમ હેઠળ ૩ વર્ષની સખત કેદ અને રૂ. ૩,૦૦૦નો દંડ (દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદ) ની સજા સંભળાવી છે. વધુમાં, ભોગબનનારના આર્થિક, સામાજિક અને માનસિક પુનર્વસન માટે રૂ. ૪,૦૦,૦૦૦નું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

RELATED ARTICLES

Most Popular