HomeMorbiમોરબીમાં પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ: પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

મોરબીમાં પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ: પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપી ઝડપાયા

મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડે નાસતા ફરતા આરોપીઓ સામે હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ પ્રોહિબિશનના ગુનામાં પોલીસથી બચીને ફરતા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ અનુસંધાને મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડ સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ ટેકનીકલ માધ્યમથી, હ્યુમન સોર્શીસ અને ખાનગી બાતમીદારો મારફતે નાસતા ફરતા આરોપીઓના છુપાવાના આશ્રય સ્થાનો વિગેરે સ્થળે તેને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય દરમ્યાન ખાનગીરાહે મળેલ બાતમીના આધારે માળીયા મીયાણા પોલિસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હાના આરોપી મનસુખભાઇ હનાભાઇ ચાવડા (ઉ.વ.૨૬) રહે. ઇન્દીરાનગર મોરબી ૨ તા.જી.મોરબી વાળો મોરબી નટરાજ ફાટક પાસેથી મળી આવતા અટક કરી હતી તથા આરોપી મહેન્દ્રસિંહ જીતુભાઇ ગોહિલ (ઉ.વ.૩૦) મુળ રહે. ભારોલી તા.તળાજા જી.ભાવનગર રહે.માણાબા તા.માળીયા મીયાણા જી.મોરબી વાળો મોરબી ભીમસર ચોકડી તા.માળીયા (મીં) થી મળી આવતા અટક કરી માળીયા મીયાણા પોલીસને સોંપી આપેલ છે.

RELATED ARTICLES

Most Popular