HomeMorbiમોરબીમાં મોબાઈલ દુકાનો પર SOGનો દરોડો: બિલ-પુરાવા વગરના 42 મોબાઈલ ફોન સાથે...
મોરબીમાં મોબાઈલ દુકાનો પર SOGનો દરોડો: બિલ-પુરાવા વગરના 42 મોબાઈલ ફોન સાથે બે દુકાનદારો ઝડપાયા
મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલી બે મોબાઈલ દુકાનોમાંથી રૂ. 21 હજારની કિંમતના 42 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જરૂરી બિલ કે આધાર પુરાવા રજૂ ન થતાં SOG/ARC ટીમે મોબાઈલ કબજે કરી બે દુકાનદારોને અટકાયતમાં લીધા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. તથા એ.આર.સી. સેલ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા મોરબી રેલ્વે સ્ટેશન રોડ ઉપર અલગ અલગ બે દુકાન (૧)નિલકંઠ મોબાઈલ તથા (૨) શિવશકિત એરોસરીઝ નામની મોબાઈલ દુકાન ચેક કરતા દુકાનમાં અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ-૪૨ મળી આવતા બન્ને દુકાન ધારક ઇસમને આ મોબાઈલ ફોન બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ જેથી આ અલગ અલગ મોબાઈલ ફોન નંગ- ૪૨ (કિંમત રૂપિયા ૨૧૦૦૦) ચોરી કે છળકપટથી મેળવેલનુ જણાતા બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ (૧) મુજબ કબ્જે કરી તથા ઇસમ ગજેન્દ્રસિંહ ભોપાલસિંહ ધવેશા રહે. લક્ષ્મીનારાયણ એપાર્મેન્ટ ફ્લેટ નં.૩૦૨ સામાકાઠે મોરબી તથા વિષ્નુભાઈ સમનારામજી ચૌધરી રહે.વાવડી રોડ ગાયત્રીનગર હરી પાર્ક સોસાયટી મોરબીવાળાને બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) મુંજબ ધોરણસર અટક કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી કરવા સોપેલ છે.