HomeMorbiમાળીયાના સરવડ ગામે દરજીની દુકાનમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો! પાંચ શખ્સો રોકડ રૂ....

માળીયાના સરવડ ગામે દરજીની દુકાનમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો! પાંચ શખ્સો રોકડ રૂ. 54,960 સાથે પકડાયા

માળીયા મીયાણાના સરવડ ગામે દરજીની દુકાનમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. સ્થળ પરથી રૂ. 54,960ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાનમાળીયા મીયાણા તાલુકાના સરવડ ગામમાં હરિભાઈ વાલમજીભાઈ પીઠડીયા વાળા ની દરજીની દુકાને teen patti નો જુગાર રમતા પાંચમો હરિભાઈ વલમજીભાઈ પીઠડીયા રહે ગામ સરવડ, રમેશભાઈ ભગવાનજીભાઈ કાવર રહે નાનાભેલા માળીયા તાલુકો, હિંમતભાઈ રતિલાલભાઈ લોદરીયા રહે સરવડ ગામ, રમેશભાઈ વાઘજીભાઈ વરસડા રહે સરવડ ગામ, રમેશભાઈ મહાદેવભાઇ આદ્રોજા રહે સરવડ ગામ તા. માળીયાવાળાને રોકડ રૂપિયા 54,960 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular