HomeMorbiવાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવત બની હુમલાનું કારણ! આધેડને લાકડી-પાઈપથી માર માર્યાની ફરિયાદ

વાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવત બની હુમલાનું કારણ! આધેડને લાકડી-પાઈપથી માર માર્યાની ફરિયાદ

વાંકાનેરના ખીજડીયા ગામે વાહનને નુકસાન પહોંચાડવાના જૂના વિવાદમાં 54 વર્ષીય આધેડ પર હુમલો કરાયાનો આક્ષેપ થયો છે. પાંચ શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના ખીજડીયા ગામે રહેતા 54 વર્ષીય નારણભાઈ લખમણભાઇ સરૈયાએ તેમના જ ગામના આરોપી સાગરભાઈ મોમભાઈ ડાભી, મોમભાઈ ભિખાભાઈ ડાભી, કૈણાભાઈ ભીખાભાઈ ડાભી, ભરતભાઈ મૈયાભાઈ ગરીયા, મોમભાઈ પોલાભાઈ ગરીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના પરીવારના માણસોને તથા આરોપી સાગરભાઈના પરીવારના માણસો વચ્ચે તા.૧૭/૧૦/૨૦૨૮ ના રોજ માથાકુટ જગડો થયેલ હોય જેમા આરોપી સાગરભાઈની વેન્યુ ગાડીને નુકસાન થયેલ હોય જે બાબતેનો ખાર રાખી આરોપીઓ પાઇપ તથા લાકડી ધોકા લઈ આવી ફરીયાદીને આરોપી સાગરભાઈએ ખંભાના ભાગે તથા પગે માર મારી તેમજ અન્ય આરોપીઓએ લાકડાના ધોકા અને પાઈપ વડે માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular