HomeMorbiમોરબી જિલ્લા પોલીસ બેડામા બઢતી: 43બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બન્યા હેડ કોન્સ્ટેબલ

મોરબી જિલ્લા પોલીસ બેડામા બઢતી: 43બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ બન્યા હેડ કોન્સ્ટેબલ

મોરબી જિલ્લા પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલથી લઈને બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ પદ પર બઢતી આપવા અંગેનો મહત્વનો હુકમ પોલીસ અધિક્ષકની કચેરી, શીટ શાખા, મોરબી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સરકારના ગૃહ વિભાગના પ્રવર્તમાન ઠરાવ અને નિયમો અનુસાર આ બઢતી આપવામાં આવી છે.

આ હુકમ અંતર્ગત મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ ૪૩ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલોને પે-મેટ્રિક્સ લેવલ નં.-૩ (રૂા. ૨૧,૭૦૦-૬૯,૧૦૦) મુજબ તદ્દન હંગામી ધોરણે બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તેઓ હાલ જે પોલીસ સ્ટેશન કે શાખામાં ફરજ બજાવે છે ત્યાં જ ચાલુ રાખવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular