HomeMorbiટંકારામાં જૂની અદાવતનો ખાર રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, કારના...
ટંકારામાં જૂની અદાવતનો ખાર રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, કારના કાચ ફોડ્યા
મોરબી જિલ્લાના ટંકારામાં જૂની અદાવતને લઈને ધમકી અને તોડફોડની ઘટના સામે આવી છે. અગાઉના ઝઘડાનો ખાર રાખીને એક શખ્સે યુવાનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવાનના ઘરે જઈ બહાર પાર્ક કરેલી કારના કાચ પણ તોડી નાખ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, ટંકારા તાલુકાના ડબલ્યુ.ડી. બંગલા પાસે રહેતા રજકભાઈ ઉર્ફે કલ્લુ હસનભાઈ મકાવાણા પોતાના બર્ગમેન મોપેડ પર ભીગડીયા ચોકડીએ ગયા હતા. ત્યારે નાશીર બીલાલભાઈ સોહરવર્દી રિક્ષામાં આવી તેમને ગાળો આપી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રજકભાઈના ઘરે જઈ તેમના મોટાભાઈ હાસીનભાઈની વર્ના કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.