HomeMorbiમોરબીમાં ઓફિસ બની દારૂનો અડ્ડો! ઇન્દ્ર પ્લાઝામાંથી સૂટકેસમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો,...
મોરબીમાં ઓફિસ બની દારૂનો અડ્ડો! ઇન્દ્ર પ્લાઝામાંથી સૂટકેસમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ
મોરબી શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પોલીસની કાર્યવાહી યથાવત્ છે. મહેન્દ્રનગર-હળવદ રોડ પર આવેલા ઇન્દ્ર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ઓફિસની અંદર વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા સિટી બી ડિવિઝન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે બીજા માળે આવેલી દુકાન નંબર 210માં દરોડો પાડતા સૂટકેસમાંથી અલગ-અલગ બ્રાન્ડની 24 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી.
આ કાર્યવાહીમાં પોલીસે રૂ.30,614ની કિંમતનો દારૂ જપ્ત કરી ભાવિનભાઈ કાનજીભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાનું સામે આવતા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોમ્પ્લેક્સની ઓફિસમાંથી દારૂનો જથ્થો મળી આવતા શહેરમાં ચકચાર મચી છે.